Ghadje Ghat Maro Jevo Tane Game Che Lyrics
ઘડજે ઘાટ મારો,
જેવો તને ગમે છે -2
તું છે કુંભાર મારો -2
હું છું માટી તમારી
ઘડજે ઘાટ મારો...
ઘડતા હું ઘાટ ખુદનો,
બન્યો બેડોળ ઘાટનો -2
ઘડજે સુડોળ તું મને -2
જેવો તને ગમે છે
ઘડજે ઘાટ મારો...
ભંગીત જીવનનો આ ઘડો,
સંધાય ના ક્યાંય જગમાં -2
મારો કુશળ કુંભાર તું -2
ઘડજે ભંગીતને ફરી
ઘડજે ઘાટ મારો...
ધૂળનું બન્યું આ જીવન,
ધૂળમાં નક્કી જવાનું -2
દેવે ઘડ્યું જે જીવન -2
નક્કી ત્રિએકનું ધન
ઘડજે ઘાટ મારો...
Ghadje Ghat Maro Jevo Tane Game Che | Kishor Vasava
0 Comments